વૃદ્ધ પેન્શન યોજના

Vrudh Pension Yojana Gujarat Apply Online |વૃદ્ધ પેન્શન યોજના document | નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના |દિવ્યાંગ પેન્શન યોજના । વુર્ધ્ધ સહાય યોજના । વૃદ્ધ સહાય યોજના 2023

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિરાધાર વુધ્ધો અને નિરાધાર દિવ્યાંગોના નિભાવ માટે નાણાકીય સહાય ચુકવતી યોજના છે. ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થીક રીતે મદદ કરવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે. સરકાર દ્વારા કેટલીક અગત્યની અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં વિધવા સહાય યોજના, ગંગા સ્વરુપ સહાય યોજના, પીએમ કિસાન યોજના, વ્હાલી દિકરી યોજના વગેરેનો સમાવેશ થાય છે. આ યોજનાઓ અંતર્ગત મહિલાઓને,વુધ્ધોને, બાળકોને આર્થીક રીતે મદદ કરવાનો પ્રયાશ કરવામાં આવે છે.

તો આજે આપણે વૃદ્ધ પેન્શન યોજના 2023 એટલે કે ” Assistance Destitute Old Age Pension-ASD” યોજનાની વિગત વાર માહિતી જોઈશું, જેમાં ૬૦ વર્ષ કે તેથી વધુની વર્ષના હોય તેવા સ્ત્રી કે પુરૂષ જેમને ૨૧ વર્ષથુ વધુ વયનો પુત્ર ન હોય તેઓ આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કરવા લાયક ગણાશે. જેમાં આવક મર્યાદા, જરુરી ડોક્યુમેન્ટ, અરજી કરવાની રીત વગેરેની માહિતી આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

Vrudh Pension Yojana Gujarat 2023

  1. વિભાગ સામાજીક ન્યાય અને આધિકારીતા વિભાગ
  2. યોજના નામ નિરાધાર વૃદ્ધ અને નિરાધાર દિવ્યાંગ પેન્શન યોજના
  3. પાત્રતા નિરાધાર વૃદ્ધ માટે ૬૦ વર્ષ અને નિરાધાર અપંગો માટે ૪૫ વર્ષ
  4. સહાયની રકમ ૧૦૦૦ થી ૧૨૫૦ રૂપિયા
  5. કેટેગરી સરકારી યોજનાઓ
  6. સતાવાર સાઈટ https://www.digitalgujarat.gov.in/

નિરાધાર દિવ્યાંગો યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના બન્ને માટે એક જ રીતે અરજી કરી શકશો. પરંતુ નિરાધાર દિવ્યાંગો માટે વય મર્યાદા ૪૫ વર્ષની રહેશે. તો આવો જાણીએ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ડાઉનલોડ કરી ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને તેનો યોજનાનો હેતુ વિશે માહિતી મેળવીએ.

વૃદ્ધ પેન્શન યોજનાનો હેતુ શું છે ?

ગુજરાતના ઘણા લોકો પોતાનું જિવન ખેતી પર નિરભર છે, ત્યારે ખેતી અથવા મજુરી કરી ગુજરાન ચલાવતા લોકો પોતાની બચત કરી શકતા નથી જેથી વૃદ્ધ અવસ્થામાં કોઇપણ પ્રકારનો આવકનો સ્ત્રોત રહેતો નથી. જેથી સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અમલમાં લાવી તેમને માસીક પેન્શન પેટે ૧૨૦૦ રુપિયા ચુકવી, વૃદ્ધ અવસ્થા સમયે તેમને આર્થીક રીતે મદદ મળી રહે અને પોતાનું ગુજરાન ચલાવી શકે.

વૃદ્ધ પેન્શન યોજના માટેની પાત્રતા

  • આ યોજનામાં અરજી કરવા માટે વુધ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓ નિચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જરુરી છે.નિરાધાર વૃદ્ધ ની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • સ્ત્રી અને પુરુષ બન્ને અરજી કરી શકશે.
  • અરજી કરનારના પુત્રની ઉમર ૨૧ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ સુધિની રહેશે.
  • શહેરી વિસ્તારમાં આવક મર્યાદા ૧,૫૦,૦૦૦ સુધિની રહેશે.
  • નિરાધાર દિવ્યાંગ અરજદારની ઉમર ૪૫ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • નિરાધાર દિવ્યાંગ ના અપગંતા ૭૫ ટકા થી વધુ હોવી જરુરી છે.
  • જો નિરાધાર વૃદ્ધ ના પુત્રની ઉમર ૨૧ વર્ષ કરતા વધુ હોય પણ એ કઈ ગંભીર બિમારી, જેવી કે ટી.બી, કેન્સર જેવી બિમારીથી પડિતી હોય તો તે અરજદાર લાયક ગણાશે.
  • અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જરુરી છે.

Vrudh Pension Yojana ના લાભ

  • Vrudh Pension Yojana માં જે લાભાર્થીની ઉમર ૬૦ વર્ષથી વધુ છે તેને કુલ ૧૦૦૦ રુપિયા સહાય પેટે તેના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. અને જે અરજદારની ઉમર ૮૦ કે તેનાથી વધુ છે તેને કુલ ૧૨૫૦ રુપિયાની સહાય તેના ખાતામાં ડાયરેક્ટ DBT દ્વારા જમાં થાય છે.
  • દિવ્યાંગ પેન્શન યોજનામાં જે દિવ્યાંગની ઉમર ૪૫ વર્ષ કરતા વધુ છે અને દિવ્યાંગતા ૭૫ ટકા કરતા વધુ છે તેને દર મહિને ૧૦૦૦ રુપિયા સહાય પેટે મળવા પાત્ર થશે.

વૃદ્ધ પેન્શન યોજના document

  • મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ભરતા પહેલા તમારે નિચે મુજબના ડોક્યુમેન્ટ ની જરુર પડશે.અરજદારનો ઉંમર અંગેનો દાખલો અથવા પુરાવો (L.C, જન્મ તારીખનો દાખલો)
  • આધારકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતના રહેવાસી અંગેનો પુરાવો (ક્રિમીનલ)
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, ચુટણીકાર્ડ)
  • જો લાભાર્થી દિવ્યાંગ હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • પુત્ર હોય તો તેની ઉમર ૨૧ વર્ષથી વધુ ના હોવી જોઈએ
  • જો પુત્રની ઉમર ૨૧ વર્ષથી વધુ છે પણ પિડિત હોય તો તે અંગેનુ ડોક્ટરનું પ્રમાણપત્ર
  • બેન્ક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

Vrudh Pension Yojana Gujarat Apply Online

વૃદ્ધ પેન્શન યોજના 2023 માટે જે લોકો અરજી કરવા માંગે છે તેઓ પોતાની ગ્રામ પંચાયતથી સરળતાથી અરજી કરી શકે છે. આ નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં તમારે ગામના વિ.સી પાસે જઈ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

વૃદ્ધ પેન્શન યોજનાનું અરજી ફોર્મ અહી અમે નીચે સેર કરેલ છે. જે તમે ડાઉનલોડ કરી, તેમાં આપેલ તમામ વિગતો ભરી ગામના VC પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો અથવા તમે તમારા તાલુકા મથકની મામલતદાર કચેરી ખાતે જઈ A.T.V.T (એટિવીટી) શાખામાં “વૃદ્ધ સહાય યોજના” નું ફોર્મ જમાં કરાવી શકો છો. સંબધિત યોજનાના ક્લાર્ક દ્વારા તમારી અરજી સ્વિકારી ઓનલાઈન અરજી કરવાની રહેશે. vrudh pension yojana gujarat Form ની અરજી ફિ ૨૦ રુપિયા નક્કી કરેલ છે.

વૃદ્ધ સહાય યોજના ફોર્મ PDF

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે નીચે આપેલ લીંક પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરી શકો છો. જો તમને અરજી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો.

ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
વૃદ્ધ સહાય યોજના અરજી ફોર્મડાઉનલોડ કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ની અરજી મંજુર કરવાની સત્તા સંબધીત મામલતદારશ્રીની રહેશે, તમારો “મંજુર” અથવા “ના મંજુર” અંગેનો હુકમ તમને પોસ્ટ અથવા તલાટી મારફત રૂબરૂ તમારા ઘરે મળશે. જો તમારી અરજી ના મંજુર થાય તો તમારે ૬૦ દિવસની અંદર પ્રાત અધિકારીશ્રીને અપીલ કરવાની રહેશે.


વૃદ્ધ સહાય યોજના પ્રશ્નોત્તરી

વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને 1000 હજાર અને ૮૦ થી વધુ ઉમરના લાભાર્થીને 1250 રુપીયા સહાય મળે છે.

વૃદ્ધ સહાય યોજના ક્યાં સુધી ચાલુ રહેશે?

આ યોજનાનો જો લાભાર્થીનું મુત્યુ થાય, પુત્રની ઉમર ૨૧ વર્ષથી વધી જાય અથવા આવકમાં વધારો થાય તો યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

વૃદ્ધ સહાય યોજના માટે ફોર્મ જમાં કરવાનું રહેશે?

આ યોજનાનું ફોર્મ તમારા ગામના વી.સી ઓનલાઈન ભરી શકે અથવા સંબધીત તાલુકાની મામલતદાર કચેરી ખાતે ઓપરેટર પાસે જઈ ભરાવી શકો છો.

વૃદ્ધ પેન્શન સ્કીમ માં વયમર્યાદા કેટલી છે?

આ યોજનામાં સ્ત્રી કે પુરુષની ઉમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. જો લાભારર્થી દિવ્યાંગ હોય તો ૪૫ વર્ષથી વધુ હોવી જરુરી છે.

વૃદ્ધ સહાય યોજના માટે હેલ્પલાઈન નંબર કયો છે ?

આ યોજનાની ઓનલાઈન અરજી સંદર્ભે કોઈપણ માહિતી તમે હેલ્પ લાઈન નંબર 18002335500 પર કોલ કરી મેળવી શકો છો.

Leave a Comment