આજનું રાશિફળ વાંચો

રાશિફળ આજનું :આજે ત્રિગ્રહ યોગના શુભ સંયોગથી 5 રાશિ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો તમારો દિવસ કેવો રહેશે

Horoscope : આજના દિવસે કન્યા રાશિમાં બુધ, સૂર્ય અને ચંદ્રમા હોવાથી ત્રિગ્રહ યોગ બની રહ્યા છે. આ સાથે જ આજે બ્રહ્મ યોગ, ઇન્દ્ર યોગ અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો શુભ પ્રભાવ હોવાથી મેષ, કર્ક સહિત 5 રાશિના જાતકોને ખૂબ જ લાભ મળશે.

રાશિફળ આજે ત્રિગ્રહ યોગના શુભ સંયોગથી 5 રાશિ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો તમારો દિવસ કેવો રહેશે

Rashifal: આજે શુક્રવારના દિવસે ચંદ્રનો સંચાર બુધની રાશિ કન્યામાં થશે. સાથે જ આજે ત્રિગ્રહી યોગ, બ્રહ્મ યોગ, ઇન્દ્ર યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે.

કન્યા રાશિમાં ચંદ્ર, બુધ અને સૂર્ય હોવાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ શુભ યોગમાં ધન કમાવવાના નવા અવસર મળશે અને સામાજિક કાર્યો કરવાથી સન્માનમાં પણ વધારો થશે. ગ્રહો અને શુભ યોગના પ્રભાવથી શુક્રવારનો દિવસ પાંચ રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેશે. આ જાતકોના ધન અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે અને અટકેલા કાર્યો પૂરાં થશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે આજે શુક્રવારનો દિવસ કેવો રહેશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

​મેષ (Aries)

સ્વાસ્થ્ય અગાઉ નરમ હશે તો તેમાં આજે થોડો સુધાર દેખાશે. બિઝનેસમાં નવા લોકો સાથે મુલાકાત લાભદાયી રહેશે અને કારોબારને આગળ વધારવામાં તેઓ મદદ કરશે. જો કોઇ પરિચિત પાસે આજે પૈસા લેવાનું વિચારી રહ્યા હોવ તો તે સરળતાથી મળી જશે. વિદ્યાર્થીઓએ સફળતા માટે મહેનત વધારે કરવી પડશે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણપતિને દુર્વા ચઢાવો.

​વૃષભ (Taurus)

આજીવિકાના ક્ષેત્રે કાર્યરત લોકોને આજે નવા લોકો સાથે સંપર્કના કાણે લાભ મળશે. પરિવારમાં કોઇ પણ પ્રકારના તણાવથી બચવાની કોશિશ કરો નહીં તો તમારાં સ્વાસ્થ્ય પર અસર પડશે. સાંજે કોઇ ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકો છો. આ દરમિયાન બજેટને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરો. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શંકરને તાંબાના લોટાથી જળ ચઢાવો.

​મિથુન (Gemini)

આજે સમાજમાં સારી છબી બનાવવાથી તમારો સામાજિક દાયરો વધશે અને નવા મિત્રો પણ બનશે. સામાજિક કાર્યો પર ખર્ચ થવાની સંભાવના પણ છે. હાલ કોઇ પણ સ્થળે પૈસા રોકાણ કરવાથી બચો. માતાને જૂની બીમારી હશે તો તેમાં સુધાર આવશે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

​કર્ક (Cancer)

તમારું કોઇ કામ જે લાંબા સમયથી અટકેલું હોય તો તેને પૂર્ણ કરવા માટે ભાઇની મદદ મળી શકે છે. વિવાહ યોગ્ય જાતકો માટે યોગ્ય પ્રસ્તાવ આવશે અને પરિવારની મંજૂરી પણ મળી શકે છે. બિઝનેસ અર્થે નાની યાત્રા પર જઇ શકો છો, જે ફાયદાકારક રહેશે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.

​સિંહ (Leo)

જો કોઇ ભૂમિ ભવન ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ તો આજનો દિવસ લાભદાયક નિવડશે. પરંતુ આજે વધારે પડતાં ખર્ચથી બચો, નહીં તો ભવિષ્યમાં આર્થિક સ્થિતિ તંગ રહી શકે છે. સાંજના સમયે ઘરે કોઇ મહેમાનનું આગમન થઇ શકે છે, જેના કારણે દિવસનો થોડો સમય પણ બરબાદ થઇ શકે છે. વેપારમાં વધુ નફો મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય 70 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.

​કન્યા (Virgo)

આજે વ્યવસાયમાં કોઇ નવી યોજનાઓને અમલમાં મુકવા ભાગદોડ કરવી પડી શકે છે, જેના કારણે તમે બાળકો માટે સમય નહીં કાઢી શકો અને તેઓ નારાજ થઇ શકે છે. પિતાને જૂની બીમારી આજે ફરીથી પરેશાન કરી શકે છે. નોકરિયાત વર્ગે કોઇ પણ વિવાદમાં પડવાથી બચવું જોઇએ, નહીં તો તે પરેશાનીનું કારણ બની શકે છે. આજે ભાગ્ય 62 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

​તુલા (Libra)

આજે કોઇ નવી યોજનામાં રોકાણ અગાઉ પિતાની સલાહ અવશ્ય લો, નહીં તો તમારાં કામ અટકી શકે છે. નોકરીની શોધમાં રહેલા જાતકોને હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે. સાંજના સમયે ભાઇઓ સાથે કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ મળશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.

​વૃશ્ચિક (Scorpio)

આજે તમારાં દ્વારા લેવામાં આવેલા નિર્ણયો જ પરેશાનીનું કારણ બની શકે છે, તેથી સતર્ક રહો. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. આજે યાત્રા પર જવાનું થાય તો તમારાં સામાનને સુરક્ષિત રાખો. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો.

​ધન (Sagittarius)

આજે બાળકોના ભવિષ્યને લગતાં રોકાણ હકારાત્મકતા અને ખુલ્લા દિલથી કરો, ભવિષ્યમાં તેનો ફાયદો મળશે. જો ભાઇઓની વચ્ચે કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો પરિવારના સભ્યોની મદદથી તેને ઉકેલવામાં સફળ રહેશો. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો.

​મકર (Capricorn)

આજે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે, જેનાથી તમે પ્રસન્ન રહેશો. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે સાર્વજનિક સભા કરવાનો મોકો મળશે, જેનાથી તેઓનું સમર્થન વધશે. જો લાંબા સમયથી કોઇ મિત્રને મળવાની યોજના બનાવી રહ્યા હોવ તો આજે મુલાકાત થઇ શકે છે. આજે કાર્યક્ષેત્રે બુદ્ધિ અને વિવેકથી કામ લેશો તો વધુ લાભ મળશે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો.

​કુંભ (Aquarius)

આજે કાર્યક્ષેત્રે વધારે મહેનત કરવી પડશે, તો તમે તેમાં સારો લાભ પ્રાપ્ત કરી શકશો. તમારી વ્યસ્તતા વચ્ચે લવ લાઇફ માટે સમય કાઢી શકશો. આજે ઘરના રંગરોગાન પર ખર્ચ થઇ શકે છે, પરંતુ વધારે ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તો બજેટ ખોરવાઇ શકે છે. આજે ભાગ્ય 94 ટકા તમારાં પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

​મીન (Pisces)

આજે સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહીથી મોટી બીમારી થવાની આશંકાઓ વધારે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે મહિલા મિત્રની મદદથી પ્રમોશન મળી શકે છે. બાળકને કોઇ બિઝનેસ સાથે પરિચિત કરાવવાનું વિચારી રહ્યા હોવ તો થોડો સમય રાહ જૂઓ. પારિવારિક મામલે વડીલોની સલાહની જરૂર પડશે. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment